'સંતાકુકડી '
મારા અંતરની જ્વાળાઓ આક્રોશ બનીને બહાર આવે છે મનની પીડા ક્રોધ બનીને શબ્દોમાં ઉતરે છે બીજા માટે છોડેલા કટાક્ષના તીર મને જ ઘાયલ કરે છે ! જીવનના હિમાલયપથ પર શું મેળવવું છે મારે ? મારી ભાવનાઓના વહેતા ધોધ રૂપી સંસારસાગરમાંથી સત્યરૂપી છીપ ક્યારે બહાર આવશે ? મારા અંતર બાહ્ય અસ્તિત્વની સત્યતા સહુ લોક કેમ જાણશે ? ક્યાં સુધી આ દેહ આત્મા સાથે સંતાકુકડી રમશે ?