'પ્રકૃતિ પ્રેમ'
મને પ્રેમ થઇ ગયો છે આ પ્રકૃતિ સાથે ,
પ્રકૃતિ ની પ્રત્યેક વસ્તુ સાથે !
મને ખુબ ગમે છે આ નદી ,ઝરણા ,તળાવો ને પહાડો
નીલરંગી આસમાનને નિહાળવાનું ,
અહીંતહીં ટહેલવાનું અને પ્રકૃતિ ના સૌન્દર્યનો આસ્વાદ માણવાનું
મને જાણે 'ગળથૂથી 'માંથી જ વરદાન મળ્યું છે
મને ખુબ ગમે છે રંગબેરંગી ફુલો ,
ગુલાબ,મોગરો ,જાઇ ,જુઈ ને ચંપો ---
તેમના સ્પર્શથી હું અનેરો આનંદ અનુભવું છું ,
તેમની સુવાસથી જાણે હું પણ મહેકી ઉઠું છું !
લીલાછમ વૃક્ષોને જોઇને મારું હૈયું હાથ નથી રહેતું
તેમની શીતળ છાયામાં મન મારું હરખાય છે ---
મને ખુબ ગમે છે અહીંના માનવો ,
પ્રત્યેક માનવ સાથે મારે મૈત્રી કરાર કરવા છે
નાના શિશુઓને જોઇને મને બાળપણ યાદ આવે છે ,
તેમની નિર્દોષતા જોઈ તેમને ચૂમવાનું મન કરે છે।
પશુ -પક્ષીઓ ના તો ચિત્રો દોરવાનું મન થાય છે ,
એ નજારાને મારી નજરો માં કેદ કરવાની ઈચ્છા થાય છે
હું પ્રકૃતિ ની પૂજારણ છું ,મને પ્રેમ છે આ પ્રકૃતિથી !
મને ખુબ ગમે છે લોકો સાથે ભળવાનું ,
હળવું મળવું સાથે સાથે જ ફરવાનું ,
સહુના જીવન માં ખુશી ફેલાવવાનું
મને અત્યંત ગમે છે
મને પ્રેમ થઇ ગયો છે આ પ્રકૃતિ સાથે ,
પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ સાથે -----!
Comments