'તારી યાદ'

તારી યાદોના ઊંડાણમાં
ખોવાઈ જવું છે
તારામાં ઓતપ્રોત થઈને
મારે ખુદ માં જ સમાઈ જવું છે !
         જ્યાં જ્યાં તું છે
         ત્યાં ત્યાં હું છું
          આપણે  એકબીજા ના સહારે
          સર્વત્ર છવાઈ જવું છે !
વાતોની આપલે
શમણાની આપલે
આપણી  નાનકડી દુનિયામાં
આજ સમાઈ જવું છે !
        અહી મળશું કે ત્યાં મળશું
        જ્યાં મળશું ત્યાં સંગ રહેશું
        એકબીજામય થઈને
        પ્રેમની દુનિયાના રાજા થવું છે !
હું બોલું અને તું  સાંભળે
તું બોલે અને હું સાંભળું
એવા વાતોના મહાસાગર માં
ડૂબાઈ જવું છે
તારી યાદોના ઊંડાણમાં ધરબાઈ  જવું છે.........!!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???