'સંતાકુકડી '
મારા અંતરની જ્વાળાઓ આક્રોશ બનીને બહાર આવે છે
મનની પીડા ક્રોધ બનીને શબ્દોમાં ઉતરે છે
બીજા માટે છોડેલા કટાક્ષના તીર
મને જ ઘાયલ કરે છે !
જીવનના હિમાલયપથ પર શું મેળવવું છે મારે ?
મારી ભાવનાઓના વહેતા ધોધ રૂપી સંસારસાગરમાંથી
સત્યરૂપી છીપ ક્યારે બહાર આવશે ?
મારા અંતર બાહ્ય અસ્તિત્વની સત્યતા
સહુ લોક કેમ જાણશે ?
ક્યાં સુધી આ દેહ આત્મા સાથે સંતાકુકડી રમશે ?

Comments