'વિચાર'

વિચારો અચાનક જ વાદળ ની જેમ
કાગળ પર  વરસી પડે છે
મનમાં ઉમટેલા ઉમંગો નું પુર
પુરજોશમાં નદી ની જેમ વહેવા માંડે છે
હૃદય ની લાગણીશૂન્યતાની  જગ્યાએ
ભાવનાઓ સ્થાન લે છે
ઊર્મિની જગ્યાએ  શબ્દો !
અને ત્યારે જીવનની રાહ
જાણે સીધી સરળ ભાસે છે
મંજિલ ખુબ નજીક  લાગે  છે
પરિશ્રમની જગ્યાએ ઉત્સાહ સ્થાન લે છે
 જયારે જયારે મનમાં વિચારોના વાદળ ઉમટે છે !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???