'તું મારી પ્રકૃતિ'

પ્રકૃતિ ના અવનવા રંગોમાં
હું તને જોઉં  છું
ઠેર ઠેર ફેલાયેલી આ વનરાજીમાં
તું બધે છવાયેલી  લાગે છે
         ગુલાબી આકાશ
          જાણે કે  તારો  ચહેરો !
          અસ્ખલિત વહેતો નદીનો પ્રવાહ જોઉં
          અને તારું હાસ્ય સંભારે છે મને !
હરિયાળા ખેતરો ,
તારા ખુશમિજાજ સ્વભાવ ની યાદ અપાવે છે
લીલાછમ વૃક્ષોની જેમ
તારો મળતાવડો મિજાજ દિલને ટાઢક  આપે છે
          તને જોઉં છું  અને
           પ્રકૃતિ ની છબી સમકક્ષ ઉભરે છે
           પ્રકૃતિ ના અવનવા રંગો માં
          હું બસ તને જ જોઉં છું !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???