ઇંતજાર
મને કોઈક ઉદાસ પળે તારી યાદ,તારી કમી અચાનક જ સાલે છે. મન અતિશય વ્યગ્ર બને છે અને નજર ના દરેક નજારા તારી તસ્વીર ને શોધવા માંડે છે. એ જાણવા છતાં કે તું અહી નથી, ક્યાંય પણ નથી પણ છતાં તું તો છે જ ! આ દુનિયામાં કોઈક ખૂણે મારી યાદ ,લાગણી ,મારા શબ્દો , મારી પૂજા ,પ્રાર્થના ,અર્ચના તારા સુધી સ્વપ્નારૂપે પહોંચતી જ હશે ને ! અને ના પણ પહોંચે તો પણ શું છે ?તારું સ્મરણ તો મારું જીવંત સ્વપ્ન છે.એ સ્વપ્ન કે જે કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક છે ,જે મને ઉપસ્થિત દુનિયામાંથી તારી યાદોની, સ્વપ્નોની દુનિયા માં લઇ જ જાય છે ને ! પણ છતાં આ દિલ ,મારું મન માનવા તૈયાર નથી કે તું સાચે જ નથી.પોતાની જાતને મનાવવા માટે લખાયેલ મારી કવિતાઓમાં ,એ લેખો માં તું તારું પ્રતિબિંબ પાડી જાય છે.એ સહુ ભાવોમાં , એ અર્થ માં તું જ સમાયેલો છે .છાનુંછુપનું છે તારું સ્મરણ ! એથી શું કોઈ નહીં માને કે મારામાં તારું અસ્તિત્વ સમાયેલું નથી ...