'તારી સ્મૃતિ'

જયારે જિંદગી  ના પાછલા તબકકે
હું તારી સ્મૃતિ વાગોળીશ ,
ત્યારે મને મારા દુઃખી  અંતરપટ  પર
સુખના વાદળ ઓળાતા  લાગશે
         જયારે વીતેલી એ વાતોનો હું ઉલ્લેખ કરીશ
         થયેલી મારી ભૂલ નો હું પશ્ચાતાપ કરીશ
          ત્યારે મને મારા દુઃખી  અંતરપટ  પર
           સુખના વાદળ ઓળાતા  લાગશે
જયારે પાનખર ની પહેરામણી માં
તારી વસંત મને યાદ આવશે
ત્યારે મને મારા દુઃખી  અંતરપટ
સુખના વાદળ ઓળાતા  લાગશે !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???