'કંઈક'

કંઈક  ખૂટી રહ્યું  છે જીવનમાં મારા ..  
શેની કમી છે સમઝાતું નથી?  
અસમંજસ  માં હું કેમ છું ખબર નથી?  
શું શોધું છું  વર્ષો થી?
ખુદ ને? આત્મા ના સ્વરૂપ ને?
કેમ હું તૃપ્ત નથી થતી?
ખાવું ,પીવું , ફરવું ,સુવું
દુનિયાદારી ,સંબંધો , આ વ્યવહાર,
આ જ બધા કામો કરીને મરવું , 
કે પછી  બીજું ખાસ કરવું?
સતત મન  ઘબરાય  છે 
બેચેની થી મુંઝાય  છે.
એક અલગ રસ્તે  ચાલવું છે  
.
પોતાનું અસ્તિત્વ  શોધવું  છે ,

મારે ખરેખર 'કંઈક' કરવું  જ  છે!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???