'પહેલી નજર'

પહેલી નજરે જોયેલી બધી સખીયોમાં
તારા સ્વભાવ ની ખરી પહેચાન થઇ હતી મને !
      રાત -દિવસ ,મિનિટ  ને સેકંડ
      હું તારા જ વિચારો કર્યા  કરતી
      તને વારે વારે જોયા કરવાનું
      તારા વિચારોનું એ  પ્રિય ચક્ર
      મારા મગજ માં ઘુમ્યા  જ કરતુ 'તું !
હર ઘડી  હર પલ થતું મને એમ ,
કે રહે તુ  નજરો થી દુર,
તો લાગે મને સારું કેમ ?
       જયારે તુ મારી નજર સામે
      બીજી સખીયોથી  હસતી-બોલતી ,
      ફક્ત  મારાથી જ અબોલા લેતી ,
      હું બસ તારા પર આંધી તુફાન થઇ વરસી પડતી !
પહેલી નજરે જોયેલી બધી સખીયોમાં
એક તું જ વધુ પસંદ હતી મને !

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???