'તમારું સ્મરણ'

તમારું સ્મરણ સંભારી આવ્યું
અને....
      ઉઘાડી આંખોએ જોયેલા સોનેરી સપના 
       ઇન્દ્રધનુષ ના રંગો બની આકાશ માં ચમક્યા !
તમે યાદ આવ્યા અને ખળખળ વહેતી નદી સાંભરી 
સુની વનરાજી માં સંભળાતા તમારા એ મીઠા સુર 
જાણે નદી કાંઠે બેઠેલા ગોવાળ ની બંસરી માંથી છેડાયા !
        તમે સાંભર્યા  અને ઘણું બધું સાંભરી આવ્યું
        પરોઢે ટહુકતી એ કોયલનો કેકારવ ,
        મંદિર ના ઘંટ નો એ મધુર ઘંટારવ ,
       ફુલે ફુલે પ્રગટેલો એ વસંત નો ચમકાર ,
       અને તમારી ડફલી એ વાગેલો 
        મારા ઝાંઝર  નો ઝમકાર !
હજુ પણ --------
       તમે યાદ આવો છો 
       અને ઘણું બધું સાંભરી આવે છે !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???