'નારી'
એક નારી શ્વાસ લેવા માંગે છે
પોતાને સમય આપવા માંગે છે
જીવન એનું પોતાનું છે છતાં ,
જીવવાનું બીજા માટે છે .
સમય એનો પોતાનો છે છતાં,
ખર્ચવાનો બીજા માટે છે
'ઘર ' તો બધાનું છે પણ
'સંભાળવાનું ' તો એને જ છે !
દરેકના કામોને પોતાના સમજીને
પોતાની જાતને ભુલાવવાનું છે
બધા માટે એને ઘસાવવાનું જ છે
સમય નથી એની પાસે ,
પોતાના શોખ પુરા કરવા
ખુદ ને નિહારવા ,
આત્મવિશ્લેષણ કરવા !
મન પ્રમાણે જીવવા એની પાસે સમય છે ?
એને તો ફક્ત એક ઘડિયાળ બનીને જીવવાનું છે
જેને સતત અટક્યા વગર ચાલતા જ રહેવાનું છે
જીવન ના દરેક પડકારને ખુશીથી ,વગર ફરિયાદે ,
ઝીલતા જ રહેવાનું છે !
વિચારું છું ,
આપના દેશમાં નારી માટે પણ 'લોકશાહી' ક્રાંતિ લાવશે ?
પોતાને સમય આપવા માંગે છે
જીવન એનું પોતાનું છે છતાં ,
જીવવાનું બીજા માટે છે .
સમય એનો પોતાનો છે છતાં,
ખર્ચવાનો બીજા માટે છે
'ઘર ' તો બધાનું છે પણ
'સંભાળવાનું ' તો એને જ છે !
દરેકના કામોને પોતાના સમજીને
પોતાની જાતને ભુલાવવાનું છે
બધા માટે એને ઘસાવવાનું જ છે
સમય નથી એની પાસે ,
પોતાના શોખ પુરા કરવા
ખુદ ને નિહારવા ,
આત્મવિશ્લેષણ કરવા !
મન પ્રમાણે જીવવા એની પાસે સમય છે ?
એને તો ફક્ત એક ઘડિયાળ બનીને જીવવાનું છે
જેને સતત અટક્યા વગર ચાલતા જ રહેવાનું છે
જીવન ના દરેક પડકારને ખુશીથી ,વગર ફરિયાદે ,
ઝીલતા જ રહેવાનું છે !
વિચારું છું ,
આપના દેશમાં નારી માટે પણ 'લોકશાહી' ક્રાંતિ લાવશે ?
Comments