'નિરાશા'
આ નિરાશા નો જન્મ ક્યાંથી થયો ?
જીવનપથ પર -
ડગલે ને પગલે મળેલી હારથી ,
કે પછી મારા ખોટા વિચારથી
આ નિરાશા જન્મી હશે ?
લઘુતા ગ્રંથી થી પીડાતી રહી છું
હંમેશા હું દુભાતી રહી છું
કદાચ આત્મવિશ્વાસની કમીએ જ
મારામાં નિરાશા જન્માવી છે
ના---ના ,સાચું તો એ જ છે કે
મારા જન્મ સાથે જ નિરાશા પણ જન્મી
અને મારા મૃત્યુ પછી જ
એ પણ મરશે !
જીવનપથ પર -
ડગલે ને પગલે મળેલી હારથી ,
કે પછી મારા ખોટા વિચારથી
આ નિરાશા જન્મી હશે ?
લઘુતા ગ્રંથી થી પીડાતી રહી છું
હંમેશા હું દુભાતી રહી છું
કદાચ આત્મવિશ્વાસની કમીએ જ
મારામાં નિરાશા જન્માવી છે
ના---ના ,સાચું તો એ જ છે કે
મારા જન્મ સાથે જ નિરાશા પણ જન્મી
અને મારા મૃત્યુ પછી જ
એ પણ મરશે !
Comments