'તારો ઈંતજાર'

એક વખત હતો
જયારે તું મને બેહદ ચાહતો હતો
અને હું પણ !
મારી ચાહત નું તે  પ્રમાણ માંગ્યું હતું
મેં કહ્યું હતું કે સમય આવશે  તો તારા માટે
ઘરબાર છોડી દઈશ
મારી ખુશીયો ને તિલાંજલિ આપીશ
તું જે કહીશ તે કરીશ
એટલા સુધી કે મારા પ્રાણ પણ આપી દઈશ
આવું જ કહ્યું હતું ને મેં ?
       મારી વાતો સાંભળી ને તું ખુબ ખુશ થયો હતો
       થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું
        આપણે  હળ્યા  ,મળ્યા,સાથે  સાથે ફર્યા
        ખુબ ખુબ વાતો કરી
        પણ અચાનક જ
        મારી વફા ,મારી મુહોબ્બત તું ભૂલી ગયો
        મને રૂસવા  કરીને તું  ચાલ્યો ગયો
         આજે પણ પહેલાની જેમ જ
         હું તારી રાહ જોઉ  છું
પણ પહેલા  તું વહેલો મોડો આવવાનો
તેની ખાત્રી  હતી
જયારે આજનો ઇંતજાર  ,
કદાચ જીવનભર માટે
ઈંતજાર  જ રહશે  !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???