'પળનું ભવિષ્ય'
આજે લાગી મારી જિંદગી મને અમૂલ્ય , થયો મારો જન્મ સાર્થક , અને હું પણ કંઈક છું , એવો આભાસ ,એવી પ્રતીતિ થઇ મને ! મારા જીવનની હર ઘડી ,હર ક્ષણ પ્રત્યેક પલ મહામુલી છે એવું મને લાગ્યું કોઈ કિંમતી વસ્તુની જેમ મારે એને સાચવવાની છે અને યોગ્ય સમયે જ તે વાપરવાની છે ! ભૂતકાળની કોઈક યાદગાર ક્ષણોને યાદ કરી મારે ખુશ થવાનું છે કોઈ ગર્વ લેવા જેવી વાત બહાર નથી પડવાની , પણ મનમાં ઢબૂરી રાખવાની છે કોઈ સારું કાર્ય કર્યાની ગાથા ગાવા કરતા તેને મનમાં સંઘરી રાખવાની છે અને----- મારા ભવિષ્યને મારે ઉજ્જવળ બનાવવાનો છે.......!