'કવિતા'
ઓ કવિતા ,હું તને ચાહું છું ,
ખુબ જ ,દિલોજાનથી !
તું મને ખુબ ગમે છે
મને લાગે છે જાણે તું મારા રોમેરોમમાં સમાઈ ગઈ છે
મારો તારા પ્રત્યેનો પ્રેમ અતિ ઉત્કટ છે
જયારે જયારે હું ઉદાસ હોઉં છું ત્યારે ત્યારે ,
તારી યાદ મને અત્યંત રોમાંચકારી બનાવી દે છે
તારો સંગ, તારું અચાનક જ થયેલું આગમન
મને ખુબ ગમે છે -પુલકિત કરે છે
તું જયારે જયારે મારી પાસે આવે છે
ત્યારે મને બેહદ ખુશી થાય છે
કિન્તુ લોકો સમક્ષ તને પ્રગટ કરતા
હું અચકાઉ છું
કારણ
તું મારી પાસે કદી વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આવતી જ નથી
પણ છતાંયે
મારા મનમાં ઊંડે ઊંડે ખુશી છે
કવિતા નો અનેરો આનંદ માણવાનો ,
તેના સંગમાં રહેવાનો લ્હાવો
કોઈક જ લઇ શકે છે
તારા કારણે હું ભાગ્યશાળીઓમાં ગણાઇ
તારી આભારી છું ,ખુબ----
કવિતા !!!
ખુબ જ ,દિલોજાનથી !
તું મને ખુબ ગમે છે
મને લાગે છે જાણે તું મારા રોમેરોમમાં સમાઈ ગઈ છે
મારો તારા પ્રત્યેનો પ્રેમ અતિ ઉત્કટ છે
જયારે જયારે હું ઉદાસ હોઉં છું ત્યારે ત્યારે ,
તારી યાદ મને અત્યંત રોમાંચકારી બનાવી દે છે
તારો સંગ, તારું અચાનક જ થયેલું આગમન
મને ખુબ ગમે છે -પુલકિત કરે છે
તું જયારે જયારે મારી પાસે આવે છે
ત્યારે મને બેહદ ખુશી થાય છે
કિન્તુ લોકો સમક્ષ તને પ્રગટ કરતા
હું અચકાઉ છું
કારણ
તું મારી પાસે કદી વ્યવસ્થિત રીતે ગોઠવાઈને આવતી જ નથી
પણ છતાંયે
મારા મનમાં ઊંડે ઊંડે ખુશી છે
કવિતા નો અનેરો આનંદ માણવાનો ,
તેના સંગમાં રહેવાનો લ્હાવો
કોઈક જ લઇ શકે છે
તારા કારણે હું ભાગ્યશાળીઓમાં ગણાઇ
તારી આભારી છું ,ખુબ----
કવિતા !!!
Comments