'પ્રભુ કદાચ'

 કદાચ  હું ભૂલી જાઉં ઉપકાર કોઈનો ,
યાદ તું સદા કરાવજે !
      કદાચ હું સફળતા પ્રાપ્ત કરી લઉં ,
      તો અભિમાન ન કરવાની શક્તિ તું જ મને આપજે પ્રભુ  !
કદાચ મારી ઈચ્છા મુજબ હું પ્રાપ્ત ન કરી શકું
તો હું નિરાશ ન થાઉં  એવું મન મને આપજે
      કદાચ હું જીવન માં સંઘર્ષ કરતા હારી જાઉં
      તો હારનો અનુભવ મને ન થવા દેજે પ્રભુ
કદાચ મૃત્યુ મારી સામે આવે ,
તો હું ભયભીત ન થાઉં એટલી શક્તિ મને આપજે ,
 મારા પ્રભુ !!!

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???