'પળનું ભવિષ્ય'
આજે લાગી મારી જિંદગી મને અમૂલ્ય ,
થયો મારો જન્મ સાર્થક ,
અને હું પણ કંઈક છું ,
એવો આભાસ ,એવી પ્રતીતિ થઇ મને !
મારા જીવનની હર ઘડી ,હર ક્ષણ
પ્રત્યેક પલ મહામુલી છે એવું મને લાગ્યું
કોઈ કિંમતી વસ્તુની જેમ મારે એને સાચવવાની છે
અને
યોગ્ય સમયે જ તે વાપરવાની છે !
ભૂતકાળની કોઈક યાદગાર ક્ષણોને યાદ કરી
મારે ખુશ થવાનું છે
કોઈ ગર્વ લેવા જેવી વાત બહાર નથી પડવાની ,
પણ
મનમાં ઢબૂરી રાખવાની છે
કોઈ સારું કાર્ય કર્યાની ગાથા ગાવા કરતા
તેને મનમાં સંઘરી રાખવાની છે
અને-----
મારા ભવિષ્યને મારે ઉજ્જવળ બનાવવાનો છે.......!
Comments