'કરવું છે'
ક્યારેક તો વિચારું છું કે,
છોડી દઉં આ દુનિયાને ---
મહાવીર ,બુદ્ધ અને ઈશુ જેવી મહાન
હું પણ બની જઉં
પણ એ ખુબ મુશ્કેલ છે
કારણ ---
સત્ય ના માર્ગે કાંટા હોય છે
કાંટા થી હું ડરતી નથી
હું તો ડરું છું આ દુનિયાથી ,
દુનિયાના રિવાજોથી ,ખોટા વિચારોથી !
મારે કંઈક કરવું છે
સિકંદર ની જેમ અતિ મહત્વાકાંક્ષા નથી રાખવી
મુંગેરીલાલ ની જેમ હસીન સપના નથી જોવા
મારે કંઈક કરવું જ છે !!!
Comments