'નારી'

એક નારી શ્વાસ લેવા માંગે છે
પોતાને સમય આપવા માંગે છે
      જીવન એનું પોતાનું છે છતાં ,
      જીવવાનું બીજા માટે છે  .
      સમય એનો પોતાનો છે છતાં,
      ખર્ચવાનો  બીજા માટે છે
     'ઘર ' તો બધાનું છે પણ
     'સંભાળવાનું ' તો એને  જ છે  !
      દરેકના કામોને પોતાના સમજીને
      પોતાની જાતને ભુલાવવાનું છે
      બધા માટે એને  ઘસાવવાનું  જ છે
સમય નથી એની  પાસે ,
પોતાના શોખ પુરા કરવા
ખુદ ને નિહારવા ,
આત્મવિશ્લેષણ કરવા  !
મન પ્રમાણે જીવવા એની  પાસે સમય છે ?
      એને  તો ફક્ત એક ઘડિયાળ બનીને જીવવાનું છે
      જેને સતત અટક્યા વગર ચાલતા જ રહેવાનું છે
      જીવન ના દરેક પડકારને  ખુશીથી ,વગર ફરિયાદે ,
       ઝીલતા જ રહેવાનું  છે !
       વિચારું છું ,
      આપના દેશમાં નારી માટે પણ 'લોકશાહી' ક્રાંતિ લાવશે ?

Comments

Anonymous said…
Narri tu shakshat ek shakthipit che devi no bhijo roop

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???