વિચાર કણીકા !!!

વિચારો પર કોઈનું વર્ચસ્વ નથી,કારણ કે મનુષ્ય ઘડીકવારમાં સારાનરસા વિચારોનું ઘર બાંધી બેસે છે.જોકે દરેક વ્યક્તિ આવી જ હોય એવું  પણ નથી ,અમુક અપવાદ હોય છે.મારા વિચારો ઘણા જુદા છે. હું એવું નથી માનતી કે મારા સ્વજનો મારા વિચાર ને પરાણે સ્વીકારે ...વિચારો કે બંધનો કોઈ ના ઉપર લાદવા ન જોઈએ જો કોઈને પોતાના વિચારોથી અંજાવવા  હોય તો તેવી વાણી અને તેવું વર્તન કેળવવું જોઈએ બીજું એ કે આપણને બીજા માટે યોગ્ય રીતે અનુભવતા વિચારો 'યોગ્ય ' જ હોવા જોઈએ
             આપણી  રીતે આપણે સાચા હોવા જોઈએ દરેક ને જેમ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ સ્વતંત્ર અલગ વિચારો પણ હોવા જરૂરી છે ,જે માનીએ તે આપણા  સુધી જ સીમીત  રહે એ વધુ સારું ! પોતે પણ બીજાના વિચારો જાણવા સમજવા આવશ્યક છે ,કોઈને તેમના વિચારો બદ્દલ અયોગ્ય ન કહેવું ,મનમાં જ રાખવું પોતાને જ સાચું લાગે છે તે પોતે કરવું પણ બીજા તેવું કરે એવી ઈચ્છા ન રાખવી
  

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???