ઇંતજાર

મને કોઈક ઉદાસ પળે  તારી યાદ,તારી કમી અચાનક જ સાલે છે. મન અતિશય વ્યગ્ર બને છે અને નજર ના દરેક નજારા  તારી તસ્વીર ને શોધવા માંડે છે. એ જાણવા છતાં કે તું અહી નથી,  ક્યાંય  પણ નથી  પણ છતાં તું તો છે જ ! આ દુનિયામાં  કોઈક ખૂણે મારી યાદ ,લાગણી ,મારા શબ્દો , મારી પૂજા ,પ્રાર્થના ,અર્ચના તારા સુધી  સ્વપ્નારૂપે પહોંચતી  જ હશે ને ! અને ના પણ  પહોંચે તો પણ શું છે ?તારું સ્મરણ તો મારું જીવંત સ્વપ્ન છે.એ સ્વપ્ન  કે જે કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક છે ,જે મને ઉપસ્થિત દુનિયામાંથી તારી યાદોની, સ્વપ્નોની દુનિયા  માં  લઇ જ જાય છે ને !
           પણ છતાં આ દિલ ,મારું મન માનવા તૈયાર નથી કે તું સાચે જ નથી.પોતાની જાતને મનાવવા માટે લખાયેલ મારી કવિતાઓમાં ,એ લેખો માં તું તારું પ્રતિબિંબ પાડી  જાય છે.એ  સહુ ભાવોમાં , એ અર્થ માં તું  જ સમાયેલો છે .છાનુંછુપનું  છે  તારું સ્મરણ ! એથી શું કોઈ નહીં  માને  કે મારામાં તારું અસ્તિત્વ સમાયેલું નથી
            આજ સુધી અનેકાનેક કલ્પના કરી. આપણા  પ્રથમ મેળાપ વિષે મેં કવિતાઓ લખી પણ કલ્પના તો આખરે કલ્પના જ છે ને ! જે  હકીકત ક્યારેય નથી બની શકતી  .સત્ય કલ્પનાથી ઘણું જ પરે છે  તારા ભવિષ્યના આગમનની કલ્પના દ્વારા ઘણી પળો મેં રોમાંચમાં ગાળી  છે પણ હું એ પણ જાણું છું કે જેમ ગાડી આવીને સ્ટેશન પર ઉભી રહીને  જતી રહે છે એમ મને ખબર પણ નહિ પડે કે જેની હું વર્ષોથી પ્રતીક્ષામાં હતી  એ ઘડી , એ અમૂલ્ય ઘડી  આજે આવીને ચાલી પણ ગઈ !પછી તો રહેશે ફક્ત સ્મરણ !તારું કાલ્પનિક સ્મરણ !પણ એ કાલ્પનિક સ્મરણમાં પણ તું જીવંત હોઈશ મારા તસ્વીર વગરના દેવતા તરીકે ,તું મારા હૃદયમંદિરમાં સ્થાન પામીશ અને પૂજાઈશ  .ઘેલી શબરી એ ભગવાન રામની પ્રતીક્ષામાં જિંદગી  ગુજારી હતી એ એનો   ભક્તિભાવ હતો જયારે મારો તારા પ્રત્યેનો પ્રેમભાવ ,એને શું નામ આપવું ?
તારા  ઇંતજાર ને  મારે કેટલો સમય આપવો ?

Comments

Popular posts from this blog

'नारी तेरे रूप अनेक ''

ऑंसु

क्या जीवन का कोई उद्देश्य है ???