મારે લેખક બનવું છે એટલા માટે કે મને લખવું ગમે છે. મારા મનની વાતો હું આ માધ્યમ દ્વારા બધા સુધી પહોંચાડી શકું છું. બોલતી વખતે હું ભાવનાશીલ થઈ જાઉં છું, પણ લખતી વખતે મારી સાથે એવું નથી થતું...! હું લખવા માટે પેન હાથમાં લઉં એટલે સતત મને ઘણા બધા વિચારો ઘેરી વળે છે... શું લખવું અને શું ન લખવું એની દ્વિધામાં અટવાયેલી રહું છું. મને ઘણું બધું બોલવું છે, સાંભળવું છે, લખવું છે...! નાનપણથી મને લખવા વાંચવા નો શોખ છે, આ મારું ગમતું કામ છે. હું લખવા માટે પેન હાથમાં લઉં, ત્યારે ઘણા બધા વિચારો મને ઘેરી વળે છે... એમ થાય છે કે હું સતત લખતી જ રહું... લખતા લખતા હું મારા મનના ઉંડાણમાં ડૂબી જાઉં છું. દરેક વિષય પર ઘણું બધું લખી શકું છું. મારા વિચારો પ્રગટ કરવા માંગુ છું, આખા સમાજ સામે હું મારા વિચારો લાવવા માંગું છું... લેખન એક એવું કાર્ય છે જે દ્વારા પોતાના મનની વાતો વાંચી સાંભળી ને ઘણા લોકોને અનુભવ મળે, માર્ગદર્શન મળે, પ્રેરણા મળે, કોઈકને જીવવા માટેનું બળ મળે... મને આ લેખન દ્વારા પોતાના જ મનના ઊંડાણમાં ખોવાઈ જવું છે, પોતાની જાતને શોધવી છે અને પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ ઉભું કરવું છે...