'પળનું ભવિષ્ય'

આજે લાગી મારી જિંદગી  મને અમૂલ્ય ,
થયો મારો જન્મ સાર્થક ,
અને હું પણ કંઈક  છું ,
એવો આભાસ ,એવી પ્રતીતિ થઇ મને !
મારા જીવનની હર ઘડી ,હર ક્ષણ 
પ્રત્યેક પલ મહામુલી છે એવું મને લાગ્યું
કોઈ કિંમતી  વસ્તુની જેમ  મારે એને સાચવવાની છે 
અને 
યોગ્ય સમયે જ તે વાપરવાની છે !
       ભૂતકાળની કોઈક યાદગાર ક્ષણોને યાદ કરી 
       મારે ખુશ થવાનું છે 
       કોઈ ગર્વ લેવા જેવી વાત બહાર નથી પડવાની ,
       પણ 
       મનમાં ઢબૂરી રાખવાની છે 
       કોઈ સારું કાર્ય કર્યાની  ગાથા ગાવા કરતા 
       તેને મનમાં સંઘરી રાખવાની છે 
       અને-----
      મારા ભવિષ્યને મારે ઉજ્જવળ બનાવવાનો છે.......!
     

Comments

Popular posts from this blog

'કવિતા'

इतिहास

The Best Surprise