નવરાત્રી ની કથા
નવરાત્રી આવી ગઈ છ. હું બવજ ખુશ છું.નવી નવી હાડીઓ પહેરીને તૈયાર થવા મળશે પણ સાલુ આ હાડી પહેરીને તૈયાર થવા ઘણો ટેમ લાગસ.વળી આ બંગડીઓ ને બઘું પહેરવા બહુ ટેમ લાગસ. બધું પહેરી ને કાઢવા ઘણો ટેમ જાસ. પાછા રમી રમી ને ટાંટીયા દુખી જાસ. હાલુ મને આ હવાલ પડછ કે બધા ઘરનું કામ કેવી રીતે કરસ? જ્યારે જુઓ ત્યારે ઘરની બહાર જ જાયસ. નવા નવા લુગડાં પહેરીને ફોટો પાડતા દેખાય છ. હાળુ એમના ઘરવાળા કઇ બોલતા નથ? એમનું કામ કોણ કરસ? બહુ શક્તિશાળી લાગસ બધા બૈરા. હું જ એક મુઈ થાકી જઉસ. સવારે આરતી મા જઈ આઈ તો ઉભા રહી ને પગ દુખી ગયા. અડધો કલાક ઉઘી ત્યારે રસોઈ કરવા ટાંટિયા મા જોર આવ્યુ. માંડ માંડ થોડો આરામ કર્યો ત્યાં હાંજે રસોઈ નો ટેમ થયો. એ પતાવ્યુ તો ગરબા રમવા નો ટેમ થયો. સૌથી છેલ્લે પહોચી તો માળા બધા બૈરા તૈયાર થઈ ને ગરબા રમતા તા બોલો! માતાજી મને પણ શકિત આપને હું બધે પહોંચી વળુ. જો તમારી હારે વાતોમાં બહુ ટેમ થયો. આજે પણ હું મોડી પડી.એ હાલો ગરબા રમવા 💃💃