મારી વ્યથાની કથા

ગમે એટલું ઇચ્છવા છતાં હું પોતાની મંઝિલ  નક્કી કરી શકતી  નથી.કોઈક નાની કે મોટી વાત હોય હું એને એટલી ગંભીરતાથી  લઉં છું કે પછી કોઈ પણ વાતમાં નિરાકરણ જ લાવી શકતી  નથી. હા- ના  નો મારો એ નિર્ણય જેમાં હું પોતે અટવાયા કરું છું ,અને એટલેજ લઘુતાગ્રંથી અથવા તો આત્મવિશ્વાસ ના અભાવથી હું પીડાતી પણ રહું છું. પછી એ ચક્ર ચાલ્યા જ કરે છે  ચિડાવું બીજા પર ગુસ્સે થવું, પોતાને બધાથી જુદા પાડવું ,અલગ ગણવું----વગેરે -----!
            હું શેની ,કોની શોધમાં છું ?એ જ મને સમજાતું નથી મારે શું કરવું છે ,મેળવવું છે ,એ વિચારોમાં મારું મગજ એ રીતે સુન્ન થઇ ગયું છે કે બસ એથી વધુ હું કઈ વિચારી જ  શકતી  નથી.ના કંઈ  શોધી શકું છું ,ના ક્યાંય  સ્થિર રહી શકું છું.બધા પોતપોતાની રીતે એનો  અર્થ કાઢે છે અને મને પોતાના વિચારોમાં બાંધવા માંગે છે પોતાની જેમ બનાવવા માંગે છે અને એટલે જ હું કોઈને ન્યાય કરી શકતી  નથી કોની સાથે કેમ વર્તવું ,કેવી રીતે વર્તવું એ વિચારી શકતી  નથી. નક્કી જ કરી  શકતી  નથી.
કદાચ હું કરવા પણ નથી માંગતી !

Comments

Popular posts from this blog

The Best Surprise

'કવિતા'

महात्मा